Wednesday, 26 April 2017

વીર માંગડાવાળા અને પદમાવતી-ઍક ભુલાયેલ પ્રેમકથા (Bhanvad)

વીર માંગડાવાળા અને પદમાવતી....ઍક ભુલાયેલ પ્રેમકથા..

"પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર,
મરતા બોલ્યો વિર માંગડો."
વેલેન્ટાઈન ડે ઉજવી ને અત્યારે દેશમાં પષ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ થઈ રહ્યું છે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમીઓ-જુલિયેટ, હીર-રાંજા અને ઘણા ઍવા ઐતિહાસીક પાત્રોને યાદ કરતા હોય છે. કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો દિમાગમા સ્થાન આપી રાખ્યુ છે? તેનુ ઍક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય. ગુજરાતી ભાષા, પાત્રો, ઘટનાઓ, ઇતીહાસ તરફ પાછુ વળીને નહી જોવાનો અભાવ.
ખૈર મૂળ વાત પર જરા પાછો આવુ છુ. પ્રેમની પરાકાષ્ટા સૌથી વધુ મને માગડાવાળા અને પદમાવતીમા જોવા મળે છે. રાજપુત જાતના માગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માગડાવાળો ગામના વાણીયાની દીકરીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો.
પિતા જેઠા વાળા ના મૃત્યુનો બદલો લેવા અને ગૌરક્ષા કાજે માગડાવાળો દુશ્મનો સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમા જતા પહેલા પદમા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે, માગડો ક્ષત્રીયધર્મના પાલન અને પ્રેમની અરજ આ બન્ને શરતો નુ પાલન કરે છે, ઍક જીવતે જીવ અને બીજુ મૃત્યુ બાદ. યુદ્ધમા દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના મારતલને હણે છે, અને માગડો મોતને ભેટે છે પણ મૃત્યુ બાદ તેનો આત્મા ભૂત બની પદમા માટે વડલા પર ભટકે છે, થોડા દીવસો પછી પદમા ને પરણવા માટે વાણીયા ની જાન આ વડ નીચે થી પસાર થાય છે, આ જાન માં માંગડા ના સગા કાકા અરસી વાળા પણ હોય છે, જેને માંગડો વિનંતી કરે છે "કાકા મને સાથે લઇ જાવ મે પદમા ને વચન આપેલું છે, હુ એની સાથે ફેરા નહી ફરુ ત્યા સુધી મને મોક્ષ નહી મળે, અને આપને પણ વચન આપુ છું ફેરા ફરી ને પાછો આ વડલા પર આવી જઈસ," અરસી વાળા માની જાઈ છે, માગડો અને પદમા ઍમ ઍક આત્મા અને ઍક જીવંત શરીર લગ્નગ્રંથીથી જોડાઈ પોતાનુ જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે.
આને પ્રેમની પરાકાષ્ટાની હદ કહી શકાય.એ પછી ઘણા વર્ષો સુધી માંગડો આ વિસ્તારમાં માર્ગ ભૂલેલા રાહદારી ઓ ને રસ્તો બતાવતો એવી દંતકથા છે, અને અત્યારે આ સ્થળ એટલે ભાણવડ પાસે આવેલું ભુતવડ જયાં લોકો ઘણી માનતા ઓ રાખે છે, આવા કઈંક કિસ્સાઓ અને કથાઓ ભારતમા બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીઍ.
આશા રાખુ કે આપણે પણ આવા પાત્રોને યાદ કરી આપણી સંસ્કૃતિની ગાથાઓને સહેજ આગળ લાવવા પ્રયત્ન કરીઍ

योगी आदित्यनाथ (Yogi Aadityanath)

गुजरात मॆ एक कहावत है की
" क्षत्रिय चारण अने वाणियों चौथी नानकड़ी नार, आने भक्ति नो रंग लागे नई,अने जो लागे तो बेडो पार "
इनका अर्थ है क्षत्रिय (राजपूत) चारण (गढ़वी) और वाणियों (जैन) और नानकड़ी नार (सुंदर नारी) को भक्ति का रंग जल्दी नही चढ़ता और अगर रंग चढ़ गया तो समजों बेड़ा पार हो गया, ये कहावत क्षत्रिय कुल के UP के नये CM योगी आदित्यनाथ जी को बिल्कुल जाती है
आदि काल से क्षत्रिय समाज में ऐसे महापुरुष हुए हैं जिन्होंने शस्त्र के साथ साथ शास्त्रों में भी निपुणता हासिल कर विश्व को धर्म का ज्ञान दिया है,जिनमे महर्षि विश्वामित्र,भगवान बुध,महावीर स्वामी,ऋषभदेव,पार्श्वनाथ आदि प्रमुख हैं.भगवान श्रीकृष्ण ने भी क्षत्रिय वर्ण में जन्म लेकर ही विश्व को गीता का ज्ञान दिया है ......
इसी कड़ी को आगे बढाया है पूर्वांचल के शेर कहे जाने वाले UP के CM योगी आदित्यनाथ जी ने.
इनका जन्म उतराखण्ड के गढवाल में 05 जून 1972 को एक राजपूत परिवार में हुआ था.इनका वास्तविक नाम अजय सिंह है।उन्होंने गढ़वाल विश्विद्यालय से गणित से बी.एस.सी किया है। BSC करने के पश्चात् वे गोरखपुर आकर गुरु गोरखनाथ जी पर शोध कर ही रहे थे की गोरक्षनाथ पीठ के महंथ अवैद्यनाथ की दृष्टि इनके ऊपर पड़ी.महंत जी के प्रभाव में आकर अजय सिंह का झुकाव अध्यात्म की और हो गया,जिसके बाद उन्होंने सन्यास गृहण कर लिया.महंत जी की दिव्यदृष्टि अजय सिंह के भीतर छुपी प्रतिभा को पहचान गयी. और उन्होंने अजय सिंह को नया नाम दिया
योगी आदित्यनाथ
योगी आदित्यनाथ 1998 से लगातार गोरखपुर क्षेत्र का प्रतिनिधित्व कर रहे हैं. योगी यूपी बीजेपी के बड़े चेहरे माने जाते है. योगी आदित्यनाथ 2014 में पांचवी बार लोकसभा सांसद बने. योगी के गुरु अवैद्यनाथ ने सन 1998 में राजनीति से संन्यास लिया और योगी आदित्यनाथ को अपना उत्तराधिकारी घोषित कर दिया. यहीं से योगी आदित्यनाथ की राजनीतिक पारी शुरू हुई. 1998 में गोरखपुर से 12वीं लोकसभा का चुनाव जीतकर योगी आदित्यनाथ संसद पहुंचे तो वह सबसे कम उम्र के सांसद थे, वो 26 साल की उम्र में पहली बार सांसद बने.

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ (Krushnakumarsinhji Of Bhavnagar)

આજ ની પરિસ્થિતિ મા ખાસ વાંચવા જેવો એક આજાદી સમય નો ભાવનગર રાજ્ય નો પ્રસંગ

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહીલે સૌરાષ્ટ્રમાં, અને ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં પ્રજાને જવાબદાર રાજતંત્ર આપવાની જાહેરાત કરી હતી. એ વખતે, એટલે કે જાન્યુઆરી-૧૯૪૮માં સરદાર પટેલ હાજર રહ્યા હતા

સરદાર પટેલ જયારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ પાસે આવે છે ત્યાંરે મહારાજા સરદાર ને કહે છે કે "વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને સંમ્પતિ હુ પ્રજા ના કલ્યાણ માટે ભારત સરકાર ને સોંપુ છુ કારણ કે આ મારા બાપ દાદા ની મિલકત છે પણ મહારાણી જે સંમ્પતિ લગ્ન વખતે એમના ઘરેથી સાથે લાવ્યા છે એ આપ જો મને સમય આપો તો હુ એમણે પૂછી લઉ કે એ સોઁપવાની છે કે નહી કારણ કે એ સંમ્પતિ એમની છે." મહારાજા નો વિવેક જોઇ સરદાર પટેલ ચોકી ઉઠ્યા અને કહયુ કે "બાપૂ આપ ને સમય ન માંગવાનો હોય આપ તો પ્રથમ સહી કરી લોકશાહીના સૌથી મોટા ભાગીદાર થઈ રહ્યા છો.અને આટલી અઢળક સંમ્પતિ સોપી રહ્યા છો તો મહારાણીની સંમ્પતિ આપ ના આપો તો પણ ચાલશે"
અને દરબારગઢમાં માણસ જાય છે અને મહારાણી વિજયાકુંવરબા
ને પૂછે છે કે મહારાણી ભારત મા લોકશાહી આવી રહી છે અને મહારાજા રાજ સમ્પત્તિ સરકાર ને સોંપી રહ્યા છે મહારાજા એ પૂછાવ્યૂ છે કે આપ ની સંમ્પતિ નુ શુ કરવાનુ છે.ત્યારે ક્ષત્રિયાણીએ જવાબ આપ્યો કે ""મહારાજા ને કહેજૉ કે હાથી જાય તો તેનો શણગાર ઉતારવાનો ન હોય એ હાથી તો શણગાર સાથે જ સારો લાગે.મારી સમ્પૂર્ણ સંમ્પતિ પ્રજા ના કલ્યાણ માટે સરકાર ને સોંપી દેજો "

આને કહેવાય ખાનદાની,સંસ્કાર આને બલિદાન કહેવાય.
ધન્ય છે રાજપુત રાજાઓને કે જેમને અખંડ ભારત માટે હસ્તા મોઢે એ રજવાડા ત્યજી દિધા.
અને આજે લોકો કાળું નાણું આપતા પણ ખચકાય છે,,....
દેશ માટે રાજા રજવાડા આપવા વાળા રાજપૂતો ને આ દેશની જનતા જેટલું માન સન્માન કરે તેટલું ઓછું છે ....
ધન્ય છે આ રાજપૂતના વિરલાઓ ને જેમને દેશ માટે જમીન જાગીર સોનામહોર પૈસા એ સમયે જે હતું તે બધું દેશ માટે સમર્પિત કર્યું.

Tuesday, 25 April 2017

રા'નવઘણ અને જાહલ (Raa'Navghan)



સુંદર ભોમ સોરઠ તણી, નિર્મળ વહેતા નીર... જયાં જાહલ જેવી બેનળી ને નવઘણ જેવો વીર


વાત છે જુનાગઢ ના ધણી રા'નવઘણ અને એની જીભ ની માનેલી બેન એવી દેવાયત આહિર ની દીકરી જાહલ ની
જુનાગઢ નો રાજ પલટો થયો, રા' નુ રાજ ગયું અને સોલંકી નું રાજ આવ્યું, જૂનાગઢના રાજવી રા' ડિયાસે પોતાનું માથુ ચારણને આપી દીધું,રાણી સોમલ દે એ મરતા પહેલા બાળ રા' નવઘણને આહીર સેનાપતી દેવાયત બોદરને સોંપ્યો.
દેવાયતને નવઘણની જ ઉંમરનાં બે સંતાન હતા – દીકરો ઉગો અને દીકરી જાહલ. દેવાયત બોદરે રા' નવઘણને બચાવવા માટે પોતે કંઇ પણ કરી છૂટવાની અને જૂનાગઢની ગાદી તેને સોંપવાની પ્રતિજ્ઞા લીધી હતી. અને થયું એમજ, સોલંકી રાજા ને ખબર પડી કે જુનાગઢ નો ધણી નવઘણ દેવાયત આહીર ને ત્યાં ઉછરી રહ્યો છે તો તરત જ સૈનિકોને ને આદેશ આપ્યો, દેવાયત એ નવઘણ ની બદલે પોતાના સગા દીકરા ઉગા નુ બલીદાન આપ્યુ અને રા' નો વંશ રાખી દીધો. સમય જતા રા'નવઘણ જુવાન થાય છે અને દેવાયત સાથે જુનાગઢ પર ચડાઈ કરી જુનાગઢ જીતી લે છે અને જુનાગઢ નો રાજા થાય છે અને રાજ સંભાળે છે, થોડા દીવસો પછી બેન જાહલ ના લગ્ન માં આવે છે અને કહે છે
“બેન, બોલ, ગામ, પરગણું, કે’તો જૂનાગઢની ગાદી, અને કે’ તો માથું –જે માગે તે હું તારા કાપડામાં આપું !તો પણ તમારા આહીર નો ઉપકાર ચૂકવાય એમ નથી".
પણ દેવાયતની દીકરી જાહલ ગામ-ગરાસની ભૂખી ન હતી. એણે એટલું જ કહ્યું:”જરૂર પડશે ત્યારે કાપડું માગીશ મારા ભાઈ.”
થોડા દીવસો પછી દેવાયત અને એમના પત્ની બન્ને નુ અવસાન થાય છે, જાહલ માં/બાપ/ભાઈ વિનાની એકલી થઈ જાય �છે, એક દીવસ સીંધ નો બાદશાહ હમીર સુમરો જાહલ નુ રૂપ જોઈ એને સીંધ માં ઉપાડી જાય છે, જાહલ
પોતાના ધણી સાંસતિયાને કાગળ લખી આપી જીભના માનેલ ભાઇ નવઘણ પાસે કાપડાની છેલ્લી માગણી કરવા મોકલ્યો. છેવટે એમ લખ્યું કે જેટલા મહિનાની અવધિ કરી છે તે પછી એક જ દિવસ પણ જો મોડો આવીશ તો તો ઝૂંપડીમાં મારી લાશ પડી હશે, માટે કાપડું લાવીશ નહિ, પણ સ્મશાનની સેજની ચૂંદડી લાવજે
!તેદી’ ગામ ગરાસ મેં નો’તો લીધો,
તારો ભીડ પડ્યાનો મેં કોલ લીધો.
મારા માંડવા હેઠળ બોલ દીધો.
હું દેવાયત તણી, વીરા જાહલને, માથે દુ:ખ તણા દરિયા ફરિયા,
સુનજે, નવ સોરઠના નરપતિ! મારી જીભના માનેલ મામેરિયા!

કાગળ વાંચી જૂનાણાનો ધણી રા’નવઘણ રોઇ પડ્યો. બચપણ યાદ આવ્યું એને. જેના ભાગનું દૂધ પીને ઉછરેલો એ બહેનનું કરજ પોકારી ઊઠ્યું. બાપ જેવો આહિર દેવાયત બોદડ આંખ સામે દેખાયો. અને રા' એ પોતાની સેના લઇ ક્ષત્રીયવટ સાથે કાપડાનુ વચન પૂરું કરવા, બેન જાહલને બચાવવા સિંધ તરફ પ્રયાણ કર્યું, પણ અવધી પુરી થાય એ પહેલા સિંધ પહોચવુ સહેલું ન હતું, રસ્તામાં ઘુઘવતો મહાસાગર આડો હતો,પણ જે ધર્મ નાં માર્ગે ચાલ્યાં હોય, બહેનની રક્ષાકાજે ચાલ્યાં હોય એની મદદત જગદમ્બા કરે, રસ્તામાં ૧૦ વર્ષના બાળ ચારણઆઈ વરૂડી દર્શન આપે છે.રા’નવઘણ જાણી ગયા હતાં કે આ તો સાક્ષાત માતાજી છે. તે કહે છે કે, માતાજી, મારે બહેનની વારે જવું છે. આડો દરિયો છે. મને આપ સહાય કરો. ત્યારે માતાજીએ કહ્યું, નવઘણ, તારા ભાલા ઉપર માં ખોડીયાર કાલી દેવચકલી નું રૂપ લઇને બેસસે, પછી તારો ઘોડો દરિયામાં નાખજે. સમુદ્ર મારગ દેશે અને બન્યું પણ એમ જ. કહેવાય છે કે મા વરૂડીએ માત્ર એક કુલડીમાં નવઘણના આખા કટક-સૈન્યને અહીં જમાડયું હતું. ત્યાર બાદ હમીર સુમરા ને મારી રા' સિંધ પર ફતેહ કરે છે, અને વ્હાલસોઇ બહેન જાહલને છોડાવી જૂનાગઢ લઇ આવે છે.

વાળા કુળ ના કુળદેવી માં નાગબાઈ નું મૂળ સ્થાનક મોણીયા (Maa Naagbai)

વાળા કુળ ના કુળદેવી માં નાગબાઈ નું મૂળ સ્થાનક મોણીયા

વાળા ક્ષત્રિય વંશ ના વીરપુરુષ તળાજાના રાજા એભલ વાળા (Abhal Vala)



તળાજાના પર્વત ઉપર આવેલી આ ગુફામાં એક ગુફા એભલ મંડપ તરીકે ઓળખાય છે.
આ ગુફામાં 8મી સદીમાં
વાળા ક્ષત્રિય વંશ ના વીરપુરુષ તળાજાના રાજા એભલ વાળા એ 999 કન્યાઓના સમૂહ લગ્ન કરાવ્યા હતા.આ ગુફાઓની વિશેષતા એ છે કે, અહીંની એક પણ ગુફાને પિલર નથી તેમ છતાં અડીખમ છે.
* વાળા રાજવંશ *
==> સૂર્યવંશની વંશાવલી ભગવાન આદિનારાયણથી શરૂ થાય છે.
ભગવાન આદિનારાયણથી ૫૮મી પેઢીએ "રધુરાજા" થયા. જેનાથી 'રઘુવંશ' ચાલ્યો.
==> એજ રઘુવંશમા "ભગવાન શ્રી રામે" અવતાર ધારણ કર્યો. શ્રી રામચંદ્રજીની ૧૧૮મી પેઢીએ સુમિત્ર થયા. જેને વલ્લભીપુર વસાવ્યુ. આગળ જતા વૃતકેતુ નામે રાજા થયા જેમણે વલ્લભીભંગ થતા 'વળા' વસાવ્યુ અને તે પરથી તેમના વંશજો 'વાળા' કહેવાણા.
==> વાળા રાજવંશે જુદા-જુદા સમયગાળા દરમિયાન જુદી-જુદી રાજધાની સ્થાપી. પહેલા અયોધ્યા પછી વલ્લભીપુર, વળા, થાન, તળાજા અને છેલ્લે ઢાંક(જે પહેલા જેઠવાઓની રાજધાની હતી અને પ્રેહ પાટણ અને ઢંકગિરીના નામે ઓળખાતી).
==> વાળા રાજવંશમા ૭ એભલવાળા થયા હોવાનો ઉલ્લેખ છે. જેમા કર્ણદેવના પુત્ર એભલ(જેણે દૈત્યને મારી ત્લાન(તળાજા) લીધાનુ કહેવાય છે), માનાજીના પુત્ર એભલ, અર્ણરાજના પુત્ર એભલ અને સૂરાજીના પુત્ર એભલ... વગેરેનો સમાવેશ થાય છે.

ढांक मे वाळाकुल (Vala Rajput-Dhank State)


ढांक मे वाळाकुल :-

एभल वाला 3 की बहन का विवाह जेठवा राणा विकियाजी के साथ किया था. जेठवा का राज्य 'घुमली' था. ढांक उनकी जागिर थी. अपनी पटरानी के पुत्र वजेसिंह को घुमली की गद्दी सोंप राणा विकियाजी वालारानी के साथ ढांक आये. राणाजी की मृत्यु हुई तब उनका पुत्र नागजी जेठवा सगीर थे. ईस लिए एभल वाला ने अपने पुत्र अर्जुनसिंह को ढांक जागिर की देखभाल करने भेजा. नागजी जेठवा की मृत्यु भी अविवाहित थे तभी हो गई और अर्जुनसिंह वाला ने ढांक को स्वतंत्र राज्य बनाकर वालाकुल की स्थापना की.
अर्जुनसिंह ने ई.स.1221 के बाद मे ढांक की गद्दी संभाली. ईसप्रकार ई.स.1260 मे राणजी गोहिल के तलाजा पर आक्रमण के समय वाला के दो राज्य थे. ढांक और तलाजा. बाद मे तलाजा हारने के बाद ढांक का राज्य बचा. आखिर तक वही वाला की कर्मभूमि बना रहा.
सरतानजी वाला (1414-1452) के समय गुजरात के सुल्तान महमुद बेगडा के पुत्र तातारखान को महमुद ने जुनागढ का सुबा बनाया था. उसने महसुल लेने के आशय से ढांक पर चडाई की. सरतानजी ने क्षात्रत्व के अनुसार उसका सामना किया तादाद कम होने कि वजह से तातररखानने ढांक पर कब्जा किया. सरतानजी अपने बचे हुए साथियो के साथ ढांक के पश्चिम मे पाटन नामक गांव के पास पर्वतो मे रणनितीयां बना रहे थे. उस समय चारण जोगमाया आई नागबाई पाटन आये थे. सरतानजी को ये बात पता चली तो वे माता के दर्शन को गये और अपनी व्यथा सुनाई. माता ने आशिर्वाद दिया और 84 गांवो के तोरण बांधने को कहा. सुबह सरतानजी ने पुरी ताकात से ढांक पर हमला कर ढांक पर कब्जा किया. मुस्लिम सैन्य अपने नगारे छोड भागे थे वे नगारे आज भी ढांक दरबारगढ मे मोजुद है.
सरतानजी वाला ने आई नागबाई को वाला कुल की सहायक कुलदेवी स्थापित किया और पाटन मे माताजी का मंदिर बनवाया.

वाळा तणा वलभी तळाजा वसुधे विख्यात छे,
नेहड़ी साईं काज सोंपण माथ एभल भ्रात छे,
भाणेजनी भीती ज भांगे उगो उगीने नीत जी,
खांभी खड़ी खोडाय दिव्य राजपूती रीत जी,

मन कूड़ा हेवा ढांक लेवा सुबा मनसुबा घड़े,
तातार खानो गढ़जुनानो दळ कटक लइने चड़े,
नागल्ल मानो वेण जानो सरतानो हीत जी,
कुळदेवी किरपा करे दिव्य राजपूती रीत जी

વીર માંગડાવાળા અને પદમાવતી-ઍક ભુલાયેલ પ્રેમકથા (Bhanvad)

વીર માંગડાવાળા અને પદમાવતી....ઍક ભુલાયેલ પ્રેમકથા.. "પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા...